મોરબી : ગત તારીખ 7 એપ્રિલના રોજ મોરબીના જેતપરના વતની યુવા ઉદ્યોગકાર પિયુષભાઈ પ્રાણજીવનભાઈ અમૃતિયાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. 36 વર્ષીય પિયુષભાઈનું અચાનક અવસાન થતાં પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. એક આસાસ્પદ યુવાનના અકાળે અવસાનથી પરિવારજનો અને સગા-સ્નેહી-મિત્રો શોકાતૂર બન્યા છે.
મળતી માહિતી પ્રમાણે મૃતક પિયુષભાઈ અમૃતિયા મહેન્દ્રનગર ચોકડી પાસે સિરામિક રો-મટીરીયલનો ઉદ્યોગ ધરાવતા હતા. હાલ તેઓ જેતપર ખાતે પોતાના માતા-પિતા, પત્ની અને બે દીકરીઓ સાથે રહેતા હતા. 7 એપ્રિલના રોજ અચાનક તેઓને હાર્ટ એટેક આવતા તેઓનું અવસાન થયું છે. મૃતક પિયુષભાઈ પરિવારમાં મોટા હતા અને તેમને એક નાના બહેન છે જેઓ પરિણીત છે. આ ઉપરાંત મૃતક પિયુષભાઈ અમૃતિયાને સંતાનમાં બે દીકરીઓ છે. જેમાં મોટી દીકરી સાત વર્ષની છે અને નાની દીકરી હજુ માત્ર 8 મહિનાની જ છે. આમ બન્ને દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સાથે જ જુવાનજોધ દીકરાના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.










