Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારા : જૂની પત્ની બાબતે ઝઘડો થતા પતિએ નવી પત્નીની હત્યા કરી,...

ટંકારા : જૂની પત્ની બાબતે ઝઘડો થતા પતિએ નવી પત્નીની હત્યા કરી, પુત્રએ ફરિયાદ નોંધાવી

ટંકારાના લજાઈ નજીક રહેતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો જૂની પત્ની બાબતે ઝઘડો થતા પતિએ નવી પત્નીને કોઈ બોથડ પદાર્થનો ઘા ઝીકી હત્યા કરી મૃતદેહ ઘર બહાર નાખી દઈને પુરાવાનો નાશ કર્યો હતો અને સગીર વયના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી

ટંકારા તાલુકાના લજાઈ ભીમનાથ રોડ પર ગોરસ કારખાના પાસે સિલ્વર પ્લાસ્ટિક કારખાનાની ઓરડીમાં રહેતા સાહિલ સંજયભાઈ ભોજવિયા (ઉ.વ.૧૭) વાળાએ આરોપી પિતા સંજય ગોવિંદભાઈ ભોજવિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના માતા ગંગાબેન આઠ વર્ષ અગાઉ જ્ઞાતિના અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે તે હાલ ક્યાં છે તેની ખબર નથી અને પિતા સંજયભાઈએ નવા મમ્મી શકુબેન સાથે લગ્ન કર્યા હતા ગત તા. ૦૮ ના રોજ રાત્રીના ફરિયાદી તેમજ માતા શકુબેન અને પપ્પા સંજયભાઈ અને અન્ય ભાઈ બહેનો ઘરે હાજર હતા મમ્મી શકુબેન અને પપ્પા જુના મમ્મી ગંગાબેન બાબતે ઝઘડો કરતા હતા

પપ્પા મમ્મી શકુબેનને કહેતા હતા કે તારા કારણે મારી પહેલી પત્ની છોકરાઓ અને મને મુકીને જતી રહી છે જેથી મમ્મીને અરુ નહિ લગતા ઝઘડો કરતા હતા જેથી ફરિયાદી અને અન્ય ભાઈ બહેનો બીજા રૂમમાં સુવા જતા રહ્યા હતા તા. ૦૯ ના સવારે જાગ્યો ત્યારે પપ્પાએ કહ્યું કે મેં તારી માં શકુંને મારી નાખી છે અને તેને નાખવા જવાની છે એમ વાત કરતા ખુબ ગભરાઈ ગયો હતો અને સાથે જવાની ના પાડી જેથી પપ્પાએ તું આવીશ નહિ તો તને પણ મારી નાખીશ કહ્યું પરંતુ ફરિયાદી ગયો નહી અને માતાના મૃતદેહને પપ્પાએ રીક્ષામાં લઈને જતા રહ્યા હતા તેની પાછળ ખાતરી કરવા ગયો હતો અને મમ્મીનો મૃતદેહ ભીમનાથ મંદિરથી આગળ ડેમની સામે બાવળની કાંટમાં પડ્યો હતો માથાના ભાગે લોહી નીકળતું હતું અને શરીરે ગંભીર ઈજાઓ હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments