સરતાનપર રોડ પર કાર ચાલકે પુરઝડપે ચલાવી ડબલ સવારી બાઈકને ઠોકર મારી હતી અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિને ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના બોરિયાપાટી નિશાળ પાછળ મેઈન કેનાલ રોડ પર રહેતા ધનજીભાઈ રણછોડભાઈ પરમાર (ઉ.વ.૪૫) વાળાએ કાર જીજે ૧૦ સીએન ૭૬૯૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮ ના રોજ ફરિયાદી અને પ્રભુભાઈ બંને બાઈક જીજે ૩૬ એએન ૦૯૧૨ લઈને ઘરે આવતા હતા ત્યારે સરતાનપર રોડ પર મોરબી વાંકાનેર નેશનલ હાઈવે નાકા પહેલા કાર ચાલક ઓવરટેક કરતી વખતે બાઈક સાથે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી ધનજીભાઈને જમણા પગે અને ડાબા હાથે ફ્રેકચર જેવી ઈજા અને શરીરે છોલછાલ જેવી ઈજા તેમજ પ્રભુભાઈને કમરના મણકાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી કાર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ ચલાવી છે










