વાંકાનેર તાલુકામાં ખનીજચોરો વિરુદ્ધ સતત કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ચિત્રાખડા ગામે શીતળા માતાજી મંદિર પાસે ગેરકાયદે ખનીજ ખનન કરતા માફિયાઓ સામે કામગીરી કરી પોલીસે રૂ ૪૫ લાખનો મુદામાલ કબજે લીધો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે ચિત્રાખડા ગામે શીતળા માતજી મંદિર બાજુ વાળા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું છે જે બાતમીને પગલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમે સંયુક્ત ટીમ બનાવી રેડ કરી હતી સ્થળ પરથી ટીમે હિટાચી કંપનીનું એક્સેવેટર કીમત રૂ ૪૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે











