Monday, April 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી રોડ પર વહેતું: શહેરીજનો અને વેપારીઓમાં ભારે રોષ

હળવદમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી રોડ પર વહેતું: શહેરીજનો અને વેપારીઓમાં ભારે રોષ

શક્તિ ટોકીઝ પાસે રોડ કામમાં બેદરકારી, અનેક રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય—તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

હળવદ શહેરમાં શક્તિ ટોકોઝી સામે ગટરનું દુર્ગંધયુક્ત પાણી રોડ પર ઉભરાતા શહેરીજનો અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભર ઉનાળામાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતું હોવાને કારણે લોકો માટે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. દુર્ગંધથી આજુબાજુનું વાતાવરણ અસહ્ય બની ગયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે ભુગર્ભ ગટર લીકેજ થયું છે. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં સાંજ સુધી કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં નિરાશા અને આક્રોશ વધ્યો છે.
રોડ કામમાં ગેરવ્યવસ્થા, અકસ્માતનો ખતરો હોય તેવું શહેરીજનો માં ચર્ચાય રહ્યુ છે.
શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલતા રોડના કામમાં આયોજનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અર્ધવટા કામ અને ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાચા રસ્તા અને અચાનક ખાડાઓને કારણે અકસ્માતનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે.
વેપારીઓ અને મુસાફરો પર ભારે અસર પડી છે.વિસ્તારમાં ગંદા પાણીના કારણે વેપારીઓના ધંધા પર સીધી અસર પડી રહી છે. ગ્રાહકો અહીં આવવાનું ટાળી રહ્યા છે, જ્યારે મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ટ્રાફિક સમસ્યાઓ પણ વારંવાર ઉભી થઈ રહી છે.રાજકીય આગેવાનો પર આક્ષેપ કર્યો હતા સ્થાનિકોમાં ચર્ચા છે કે કેટલાક રાજકીય આગેવાનો માત્ર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવામાં વ્યસ્ત છે, પરંતુ જમીનસ્તરની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું આવી ગંભીર સમસ્યાઓ તેમની નજરે નથી પડતી?
તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. શહેરીજનોએ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે આવી બેદરકારીને કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તંત્રને ‘કુંભકર્ણ નિંદ્રા’માંથી જાગીને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.હળવદ શહેરમાં ચાલી રહેલી આ સ્થિતિ તંત્રની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનું જીવંત ઉદાહરણ બની રહી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે સજાગ બનીને પ્રજાને રાહત આપે છે.

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments