મોરબી: તાજેતરમાં જ ભાજપ દ્વારા મોરબી જિલ્લાના 6 મંડલ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિષીપભાઈ કૈલાની નિમણૂંક કરવામાં આવી હતી.
ત્યારે આજે મોરબી શહેર ભાજપ પ્રમુખ રિષીપભાઈ કૈલાએ ઉમા ટાઉનશીપ ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની મુલાકાત લીધી હતી. નવનિયુક્ત મોરબી શહેર ભાજપ પ્રમુખ રિષીપભાઈ કૈલાનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ શાલ ઓઢાડી સન્માન કરી મળેલી જવાબદારીને બખૂબી રીતે નિભાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રિષીપભાઈ કૈલાના નેતૃત્વમાં મોરબી શહેર ભાજપ સંગઠન વધુમાં વધુ મજબૂત બને એવી અભિલાષા વ્યક્ત કરી હતી. આ તકે ભાજપના કાર્યકર તેમજ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
