મોરબીના રહેવાસી 14 વર્ષના ભૂમિ સુભાષસિંહ તોમર જે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેને સબ જુનિયર સેંપક ટકરાવ નેશનલ ચેમ્પિયમશીપમાં ભાગ લીધેલ હતો અને તા. 22 થી 26 ડિસેમ્બર વચ્ચે તે કેરેલામાં યોજાઇ હતી અને તેમાં ભૂમિ તોમરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને રમત માટે ગુજરાતની ટીમમાં આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી ભૂમિનું સેલકશન થયું હતું, મોરબીના જાણીતા કૈલાશ ટ્રેડર્સ વ્યાપાર કરતા સુભાષસિંહ તોમરની દીકરીને સેંપક ટકરાવ ગેમ્સમાં પહલે થી જ શોખ હતો અને તે પહેલા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમેલા છે. અને હવે નેશનલમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવતા ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે.

