મોરબી: પોલીસની નજરથી બચવા પ્યાસીઓ અવનવા અખતરા કરી દારૂ છુપાવતા હોય છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાજકોટ હાઈવે ઉપર શનાળા નજીક વિદેશી દારૂ પ્લાસ્ટિકની બોટલમાં છુપાવી જઈ રહેલા એક શખ્સને બે બોટલ સાથે દબોચી લીધો હતો. ઉપરાંત મોરબી તાલુકા પોલીસે પણ નીચી માંડલ નજીકથી એક શખ્સને બે દારૂની બોટલ સાથે પકડી પાડ્યો હતો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાજકોટ મોરબી હાઇવે ઉપર શનાળા નજીક આવેલ શ્રીજી એસ્ટેટ, શિવશંકર પેકેજીંગ કારખાના પાસેથી આરોપી વિજય ભાનુભાઈ સોલંકી રહે.પટેલ કોલોની, બાયપાસ, મોરબી નામના શખ્સને પ્લાસ્ટિકની બે બોટલમાં 700 – 700 મીલી દારૂ કિંમત રૂપિયા 600 સાથે પકડી પાડ્યો હતો.
જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ નજીકથી આરોપી મહેશ ત્રિભોવનભાઈ સનુરા રહે. ઈન્દિરાનગર, મોરબી વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1124 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.