મોરબી – કચ્છ હાઈવે ઉપર માળીયા મિયાણા તાલુકાના અર્જુનનગર ગામ પાસે જીજે – 12 – ઇઆર – 5129 નંબરનું બાઈક લઈને જઈ રહેલા પડધરી ગામના રહેવાસી અરબાઝ રસુલભાઈ પલેજા ઉ.25ના બાઈક આડે કૂતરું ઉતરતા બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેના કારણે અરબાઝને હાથ તેમજ ઝડબાના ભાગે ફ્રેક્ચર થવાની સાથે હેમરેજ થઈ જતા અકસ્માતની આ ઘટના અંગે ઇજાગ્રસ્ત યુવાનના ભાઈ શાહબાઝ પલેજાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.