મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં ગાંધીચોકમાંથી ચકલા પોપટ અને માધાપર ઝાપા પાસે જાહેરમાં વરલીનો જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે ગાંધીચોકમાં જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાડી રહેલા શખ્સને ચકલા પોપટના ચિત્ર વાળા પન્ના તેમજ રોકડા રૂપિયા 220 સાથે આરોપી આદમભાઈ ઇબ્રાહિમભાઈ કુરેશી રહે.કાલિકા પ્લોટ મોરબી વાળાને પકડી પાડ્યો હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે માધાપર ઝાપા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી રાજેશ ઘોઘાભાઈ વાઘાણી રહે.ગાયત્રીનગર, વાવડી રોડ વાળાને પકડી પાડતા આરોપી સુંદરગઢના મુન્નાભાઈ કોળી પાસે આકડાની કપાત કરાવતો હોવાનું કબુલતા મુન્નાને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.