મોરબી: ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું આજે નિધન થઈ ગયું છે. તેમના નિધનની ખબર બાદ પૂરા દેશમાં શોકની સ્થિતિ છે. કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ત્યારે પુર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીની યાદ મોરબીના એક યુવા વકીલની સાથે જોડાયેલ છે. મોરબીના યુવાનને આજના ડિજિટલ યુગમાં પત્રચાર કરવાનો શોખ છે અને આજે જ્યારે સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ આપણી વચ્ચે નથી પણ એમના દ્વારા લખાયેલ પત્રોનો અદભૂત સંગ્રહ મિતેષ દવે પાસે સચવાયેલ છે. એડવોકેટ મિતેષ દવે દ્વારા આજરોજ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

