વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે મલ્ટીસ્ટોન સિરામિક કારખાના નજીક વાડો ધરાવતા જેતપરડા ગામના પશુપાલક મોતીભાઈ સતાભાઈ સરૈયાના વાડાના શેઢે આરોપી ઈરફાન જલાલભાઈ શેરસિયા, જલાલ અમીભાઈ શેરસિયા, હાજીભાઈ અમીભાઈ શેરસિયા અને હુસેન અમીભાઈ શેરસિયા બાવળનું ઝાડ કાપી રહ્યા હોવાથી મોતીભાઈએ બાવળ કાપવાની ના પાડતા આરોપીઓએ કુહાડીના ઊંધા ઘા મારવાની સાથે લાકડી વડે તેમજ ઢીકા પાટુનો માર મારતા બનાવ અંગે વાકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.