માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ભગડીયા વાંઢ વિસ્તારમાં રહેતા આરોપી અસમાઈલ અબ્રાહમભાઈ મોવરના રહેણાંકની બાજુમાં આવેલ બાવળની કાટમાં છુપાવેલ 200 લીટરના છ બેરલમાં ભરેલ 1200 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા 30000નો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.