હળવદના માનગઢ ગામે તાપણું કરીને ટાઢ ઉડાડતા બે વ્યક્તિને માર માર્યો
મોરબી : હળવદ તાલુકાના માનગઢ ગામે પોતાના ઘર પાસે તાપણું કરીને બેઠેલા ફરિયાદી જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ એરવાડિયા અને સાહેદ બાલાભાઈ તાપતા હતા ત્યારે અચાનક ધસી આવેલા આરોપી સંજય ઉર્ફે ગેંડો નાગરભાઈ વાંકડ નામના શખ્સે પાઇપ વડે હુમલો કરી જીતેન્દ્રભાઈને માર મારતા બાલાભાઈએ આરોપીને રોકતા ગેંડાએ બન્નેને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.