મોરબીમાં મગફળી પાક ચાખવાની ના પાડતા ચીંકીના ધંધાર્થી પર હુમલો
મોરબી : મોરબી શહેરના મોચી ચોક નજીક ચીકીના વેપારી પાસે અવાર નવાર મગફળી પાક ચાખવા આવતા શખ્સને મગફળી પાક ચાખવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા મફતિયાએ પોતાના અન્ય ત્રણ સાગરીતો સાથે મળી વેપારીના ઘરના ઘુસી હુમલો કરી તોડફોડ કરી નુકશાન કરવાની સાથે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરની દફ્તરી શેરીમાં રહેતા મનીષભાઈ પ્રેમજીભાઈ સોમાણી નામના ચીંકીના ધંધાર્થીએ આરોપી બકો પટેલ, કિશન પટેલ, યશ પટેલ અને વિશાલ પટેલ રહે.મોચી શેરી મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી બકો પટેલ અવાર નવાર મગફળી પાક ચાખવા આવતો હોય જેથી ના પાડતા બકા પટેલે અન્ય સાગરીતો સાથે મળી વેપારીના ઘરમાં ઘુસી ટેબલ ફેન, એરકુલર તેમજ ઘરના સામાનમાં તોડફોડ કરી નુકશાન કરી લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.