Saturday, August 9, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં કચરો રહેણાંક વિસ્તારમાં ઠલવાતા આમ આદમી પાર્ટી લાલઘૂમ

મોરબીમાં કચરો રહેણાંક વિસ્તારમાં ઠલવાતા આમ આદમી પાર્ટી લાલઘૂમ

મોરબીમાં કચરો રહેણાંક વિસ્તારમાં ઠલવાતા આમ આદમી પાર્ટી લાલઘૂમ

મોરબી : મોરબીમાં ડ્રેનેજ સફાઈના વહાનો દ્વારા ખુલ્લેઆમ કચરો રેસીડેન્સ એરીયામા ખાલી કરતાં આમ આદમી પાર્ટીનાં મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા મોરબી નગરપાલિકાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતા ડ્રેનેજ સફાઈના વાહનમાં આરટીઓના નિયમોનો સરેઆમ ભંગ કરી નંબર પ્લેટ વગર ખુલ્લેઆમ રસ્તામાં ગાડી દોડાવી રહ્યા છે પરંતુ આ ગાડી કોઈ પણ અધિકારીના નજરમાં આવતી નથી….? તો શું નિયમો બધા માત્ર ગરીબ માણસોને લાગુ પડે છે એવી રીતે તેના ઉપર કોઈપણ પ્રકારની કોઈ દ્વારા કાર્યવાહી થતી નથી..? અને આજુબાજુના વિસ્તારમાંથી ગટર સફાઈનો કચરો ઉપાડી યોગ્ય નિકાલ કરવાની બદલે સામાકાંઠે વોર્ડ નંબર- ૩ કે જે વિસ્તારમાં હાલના ધારાસભ્ય અને નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ બંનેના વસવાટ કરતા હોય એવાં વિસ્તાર માં આવેલી વિદ્યુત નગર, હરિપાર્ક સોસાયટી , ઉમા ટાઉનશિપ સોસાયટીના અવરજવરના રસ્તાની બાજુમાં આવેલા પંપિંગ સ્ટેશનના દરવાજાની બાજુમાં જ ગટરના કદડાના નિકાલ કરવામાં આવે છે. જેના કારણે આજુબાજુના રહેતા રહીશોએ દુર્ગંધનો સામનો કરવો પડે છે. તો આવી રીતે ખુલ્લેઆમ કદડો નાખવાથી રહીશોને થતી પરેશાનીનો ઉકેલ ક્યારે આવશે. તેમજ આ કોન્ટ્રાકટર પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments