સંદેશ અને મોરબી અપડેટના પત્રકાર વિપુલભાઈ પ્રજાપતિનો આજે જન્મદિવસ
મોરબી : સંદેશ દૈનિક અખબાર મોરબી અને મોરબી અપડેટના પત્રકાર વિપુલભાઈ પ્રજાપતિનો આજે જન્મદિવસ છે. તેઓ ઘણા સમયથી સંદેશ દૈનિક અખબાર મોરબી અને મોરબી અપડેટના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરીને તેના ઉકેલ માટે મથામણ કરી રહ્યા છે. તેમજ વરિયા પ્રજાપતિ સમાજના ઉત્થાન માટે અનેક કાર્યો કરીને ભારે પ્રયત્નશીલ છે. ત્યારે પ્રજાની દરેક સમસ્યાનો નિરાકરણ માટે સદાય સક્રિય રહેતા વિપુલભાઈ પ્રજાપતિને આજે તેમના જન્મદિવસે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
