મોરબીમાં કડવા પાટીદાર સમસ્ત ભોરણીયા પરિવારનું સ્નેહમિલન યોજાશે
મોરબીમાં કડવા પાટીદાર સમસ્ત ભોરણીયા પરિવાર દ્વારા ગત વર્ષે રજત જયંતિ મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આગામી તા.5 જાન્યુઆરીને રવિવારના રોજ પટેલ સમાજવાડી નેકનામ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં બપોરે 3:30 કલાકે મહાનુભાવોનું આગમન થશે. બાદમાં પારિવારિક સ્નેહમિલન, તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ, 4:30 કલાકે રાસ ગરબા તેમજ સાંજે 5:30 થી 7 કલાક સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાત્રે 8 થી 10:30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ભોરણીયા પરિવારે પધારવા ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ નેકનામ, તથા સમસ્ત ભોરણીયા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
