મોરબી : ભારતનાં પૂર્વ વડાપ્રધાન સ્વ.ડો.મનમોહનસિંઘને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે આવતીકાલે તા.3ના રોજ કોંગ્રેસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં નવા બસ સ્ટોપ સામે કોંગ્રેસ કાર્યાલય નીચે સવારે 9થી 11 દરમિયાન આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
