મોરબીમાં સોનલબીજની કરાઈ ભવ્ય ઉજવણી કરાઈ
મોરબી: આજે આઈ સોનલ માંનો 101મો જન્મોત્સવ તરીકે સમગ્ર દેશ-વિદેશમાં ઉજવણી કરવામાં આવી હતી. પોષ સુદ બીજ એટલે કે સોનલબીજ, જે ચારણ માટે દિવાળી અને નૂતન વર્ષ જેવો દિવસ માનવામાં આવે છે. અઢારેય વરણની આસ્થાનું પ્રતીક એવા આઈ સોનલમાં નું મઢડા ખાતે મુખ્ય સ્થાનક આવેલું છે. આઈ સોનલ માંએ પોતાનું સમગ્ર જીવન સમાજ કલ્યાણ, અને સર્વે સમાજને દુષણોમાંથી કંઈ રીતે મુક્ત કરવા, શૈક્ષણિક ક્રાંતિ જગાડવામાં પોતાનું સર્વસ્થ જીવન ખપાવી દીધું હતું. ત્યારે આજે પણ ચારણ સમાજ સાથે અઢારેય વરણ આઈ સોનલ માં ના જન્મોત્સવની ઉજવણી કરે છે.

ત્યારે મોરબીના ખડિયા વિસ્તારમાં આવેલ સોનલધામ અને ચારણ સમાજની સમાજ વાડી ખાતે આજે આઈ સોનલમાં ના 101માં જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી, હોમ-હવન, ચારણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન, મહાપ્રસાદ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચારણ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યાં ચારણ સમાજ ઉપસ્થિત રહીને ભવ્ય રીતે સોનલબીજની ઉજવણી કરી હતી.
