મોરબીમાં વધુ એક વ્યાજખોર શખ્સ પાસા હેઠળ જેલહવાલે
મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમાં પકડાયેલ મેહુલભાઇ ઉર્ફે માધવ લાખાભાઈ ઝીલરીયા રહે.રવાપર ગામ ઝાપા પાસે શીવમંદીર સામે, મોરબી વાળા વિરુદ્ધ પાસાની પ્રપોઝલ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટે મંજુર કરતા તેને પકડી પાડી સુરતની લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
