મોરબી : મોરબીમાં આગામી તારીખ 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે બોક્સ ક્રિકેટ, ઓપન માઈક તેમજ દોડનો કાર્યક્રમો યોજાશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આવનારી તારીખ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી એટલે કે ” યુવા દિવસ ” નિમિત્તે વિદ્યાર્થીઓ માટે સરદાર બોક્સ ક્રિકેટ, ઓપન માઇક તેમજ દોડનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ મુગ્ધરાજસિંહ ઝાલા મો.નં. 7862842028 અથવા પૂર્વજીતસિંહ જાડેજા મો.નં. 9371320002નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી શકશે.
