મોરબી તાલુકાના કલા મહાકુંભ 6 થી 14 વર્ષ ના ગ્રુપમાં ગરબા થોરાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. જે ગરબાને તૃતીય નંબર મળેલ હતો. અને વકૃત્વ સ્પર્ધામાં પણ અંબાણી અનુચ્છેદ ભાઈએ ત્રીજો નંબર મેળવી અને થોરાળા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ આચાર્ય પંકજભાઈ ધામેચા તેમજ સમગ્ર શાળા પરિવાર અને ગ્રામ પંચાયતના સદસ્યો અને એસ.એમ.સી.ના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

