મોરબી મહાનગરપાલિકા બન્યાને ચાર દિવસમાં જ આજે પ્રથમ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે ત્યારે આ વિકાસ કાર્યનું આજે સાંજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે ખાતમુહૂર્ત થશે.
સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગનું 1.02 કરોડના ખર્ચે નવીનીક૨ણ થશે. જેમાં સરદારબાગ નવા રંગરૂપ ધારણ કરશે. આ નવીનીકરણ થતાં સરદારબાગમાં ચિલ્ડ્રન પ્લે અને જીમ ઈકવિપમેન્ટ, વોક વે અને પાર્કિંગ એરિયા, લોન અને પ્લાન્ટેશન, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, લાઈટિંગ, સિક્યોરિટી કેબીન અને સ્ટોર રૂમ, ટોયલેટ બ્લોક વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે અને નવનિયુક્ત કમિશનર સ્વપ્રિલ ખરે તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે તારીખ 4 જાન્યુઆરી ને શનિવારના રોજ સાંજે 5 કલાકે સરદારબાગ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.