મોરબીની વર્ષો જૂની સર્વોદય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. આપણે જાણીએ છીએ તેમ અચાનક યુવાન વયમાં લોકો હાર્ટ એટેક થી મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આવા કોઈ સંજોગો ઊભા થાય તો સીપીઆર પદ્ધતિ દ્વારા કદાચ તે વ્યક્તિનો જીવ બચાવી શકાય તે બાબતને ધ્યાને લઈ મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના સહયોગથી વિદ્યાર્થીનીઓને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ગોકુલ હોસ્પિટલ રાજકોટના એમડી ફિઝિશિયન અને આઈ.સી.યુ. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કરણ મોઢવાડિયા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને હૃદય રોગના કોઈ વ્યક્તિ ને મદદરૂપ થવા માટે જરૂરી ટ્રેનિંગ આપવામાં આવી તેમ જ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો પાસે CPR અપાવવામાં આવી આ સમયે શાળાના પ્રિન્સિપાલ ડી.એચ. અગ્રાવત, યુ એમ જાદવ, એન.કે.વોરિયા, વી.ડી.સુખાનંદી, જે.એન.ગોસાઇ, જી.એસ.ગાંવિત, જે.એમ.ગમારા, એસ.એચ.મેઘનાથી, કે.વી.પટેલ, વી.એ.ડામોર, આર.બી.માધર ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ વિદ્યાર્થીનીઓએ જો જાહેર સ્થળ ઉપર કોઈ વ્યક્તિને હૃદય રોગના હુમલાના કારણે બેભાન અવસ્થામાં હશે તો તેને મદદ કરવા માટે વચનો આપેલ હતી.
