વાંકાનેર : મોરબી જિલ્લામાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી વાપરવા કે વેચવા ઉપર પ્રતિબંધ હોય છતાં અનેક સ્થળોએથી તેનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આજે વાંકાનેરમાં વિશિપરા ચોક પાસે રોડની સાઈડમાં પતંગ દોરીનું વેચાણ કરતા મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણીયા ઉ.વ.32 પાસેથી ચાઈનીઝ દોરીની 3 ફીરકી મળી આવતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
