મોરબી: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજીત તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારી અધિકારી, જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભ જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર ખાતે ગત 5 જાન્યુઆરીના રોજ યોજાયેલ જેમાં સાહિત્ય વિભાગની દુહા-છંદ અને ચોપાઈ સ્પર્ધા 6 થી 14 વર્ષની કેટેગરીમાંમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા આદિત્ય દિપસિંહ ગઢવીએ પ્રથમ તેમજ મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરાએ દ્વિતીય નંબર મેળવેવી મોરબી તાલુકા અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જીલ્લા કક્ષાએ પ્રથમ આવેલ આદિત્ય ગઢવી આગામી પ્રદેશ કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જે બદલ મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને શાળા પરિવારના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ અભિનંદન પાઠવેલ હતા.
