ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની રજૂઆત રંગ લાવી: મોરબી-માળિયામાં બે પશુ દવાખાના મંજૂર
મોરબી : મોરબી અને માળીયા તાલુકામાં પશુઓ માટે આરોગ્ય સેવાની કમી હોય ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરતા સરકાર તરફથી મોરબી અને માળીયામાં બે નવા બે પશુ દવાખાના મંજુર કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં કૃષિ અને પશુપાલનનો નોંધપાત્ર હિસ્સો છે. સમગ્ર ગુજરાતમાં આર્થિક રીતે પછાત રહેલા મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં મોટા પ્રમાણ સુવિધાઓની કમી છે. તેથી માળીયા તાલુકામાં પશુપાલન ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો પણ પશુ દવાખાનું બનાવવામાં આવે તેવી માંગ સાથે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી હતી. આજ રીતે મોરબી તાલુકામાં પણ પશુ દવાખાનું બનાવવાની રજુઆત કરી હતી. તેથી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મોરબીના નાગડાવાસ અને માળીયા તાલુકાના ખાખરેચી ગામે એમ બે નવા પશુ દવાખાના મંજુર કરવામાં આવ્યા છે.
