એલસીબીએ પીછો કરતા કારચાલક કાર મૂકીને ફરાર
મોરબી : મોરબી એલસીબી ટીમે માળિયા નજીક મચ્છુ નદીના પુલ પાસેથી રૂ.2.20 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. કાર ચાલક નાસી ગયો હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે કચ્છ તરફથી એક ગ્રે કલરની કાર નં. GJ-36- B- 8119માં પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી માળીયા મિયાણા તરફ આવનાર છે. જેને આધારે એલસીબીએ કારનો પીછો કરતા કાર ચાલક માળીયા મિયાણા નજીક આવેલ મચ્છુ નદીના પુલ પાસે તેની કાર રેઢી મુકી નાશી છૂટ્યો હતો.
આ કારમાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 321 બોટલ કિંમત રૂ. 2,20,206નો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે હ્યુન્ડાઈ આઈ 20 કાર મળી પોલીસે રૂ.5.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.પી. પંડયા, PSI એસ.આઈ. પટેલ, વી.એન.પરમાર તથા એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ જોડાયો હતો.
