Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં 9 થી 15 જાન્યુ. સુધી શિવ મહાપુરાણ કથા યોજાશે

મોરબીમાં 9 થી 15 જાન્યુ. સુધી શિવ મહાપુરાણ કથા યોજાશે

મોરબી : બાળકોના ઉજ્જવળ ભવિષ્યના હેતુથી સતધામ પરિવાર મોરબી દ્વારા તા. 9-1-2025થી તા. 15-1-2025 દરમ્યાન રાત્રે 8:30 થી 11 કલાક ફરમ્યાન રામેશ્વર પાર્ટીપ્લોટ, ઘુનડા રોડ, મોરબી ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથામાં વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથાનું દીપ પ્રાગટય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી (સંસ્કારધામ, મોરબી), દામજીભગત (નકલંગધામ બગથળા), ભાણદેવજી (સરસ્વતી નિકેતન આશ્રમ જોધપુર (નદી)) દ્વારા કરવામાં આવશે. જેમાં 9-1-2025 ને ગુરુવારના રોજ રાત્રે 7:30 કલાકે નાથાભાઈ છગનભાઈ બાવરવા હરિવિલા, ઉમિયાનગર સોસાયટી, ઉમિયા સર્કલ, શનાળા રોડથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ પર જશે. કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે અને કથાની પુર્ણાહુતી તા. 15ના રોજ રાત્રે 11 કલાકે થશે. આ કથા અંતર્ગત રાત્રે 10:30 કલાકે શિવ પ્રાગટયોત્સવ, શંકર- પાર્વતી વિવાહ અને ગણપતિ પ્રાગટયોત્સવ યોજાશે. આ શિવ મહાપુરાણ કથાનું લાઈવ પ્રસારણ ચેનલ કથા GTPL 555, અને યુટ્યુબ ચેનલ Satshri Kathaમાં કરવામાં આવશે. ત્યારે આ શુભ પ્રસંગે કથાનો લાભ લેવા સાતધામ પરિવાર મોરબી દ્વારા સમસ્ત જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments