Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiદાદીએ ઠપકો આપતા ઘર છોડીને નીકળી ગયેલી કિશોરીનો ફરી પરિવાર સાથે ભેટો

દાદીએ ઠપકો આપતા ઘર છોડીને નીકળી ગયેલી કિશોરીનો ફરી પરિવાર સાથે ભેટો

દાદીએ ઠપકો આપતા ઘર છોડીને નીકળી ગયેલી કિશોરીનો ફરી પરિવાર સાથે ભેટો

મોરબી :181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે લખધીરપુર ગામમાં રસ્તામાં એક અજાણી યુવતી રડતી-રડતી આમતેમ દોડાદોડી કરે છે, તેઓ ખુબ જ રડે છે અને મારી મરી જવું એવો એક જ શબ્દ બોલે છે દીકરી ખુબ જ ગભરાયેલી છે તેઓ ચિંતામાં છે માટે યુવતીની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની મદદની જરૂર છે.

જેના પગલે 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા તેમજ મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠિવાર અને પાયલોટ વિજયભાઈ ઘટના સ્થળે સગીરાની મદદ માટે પહોંચ્યા હતા સગીરાને ત્યાંના લોકો એ એક સુરક્ષિત કારખાનાએ બેસાડેલા હતાં. 181 ટીમે કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કિશોરી ખુબ જ ગભરાયેલી હતી. બેનને સાંત્વના આપવામાં આવેલ અને મોટીવેટ કરેલ કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેમના માતા પિતા બંને મૃત્યુ પામ્યા અને તેઓ એક ભાઈ અને બે બહેનો એમ ત્રણ ભાઈ-બહેન તેમના દાદી સાથે રહેતા હતા. ત્યારબાદ કિશોરીએ વધુમાં જણાવેલ કે કામકાજ બાબતે તેમના દાદી ખીજાતા હતાં અને રસોઈ બનાવવા બાબતે પણ તેમના દાદી નાની-નાની વાતે દિકરી સાથે અયોગ્ય વર્તન કરતા હતા અને માનસિક રીતે ત્રાસ આપતા હતા તેમજ ઘરની બહાર નીકળીજા તેવું વારંવાર બોલતા હતા ને તેમના દાદી તેમને તું મરી જા અને ઘરેથી નીકળીજા તેવું ખરાબ-ખરાબ બોલતા હતા જેથી કિશોરી આવાં અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને ઘર છોડીને કોઈને પણ કહ્યા વગર ચાલતાં ચાલતાં ઘરેથી નીકળી ગયી હતી.

ત્યારબાદ 181 ટીમે કિશોરીના દાદી અને ભાઈનું સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા કિશોરી નાં ભાઈ સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે ગયેલા બાદમાં કિશોરીએ જણાવેલ કે તે માત્ર વીસ દિવસની હતી. ત્યારથી તેમના મમ્મી મૃત્યુ પામ્યા અને પપ્પાએ બીજા લગ્ન કરેલા પરંતુ ત્રણ-ચાર વર્ષ પછી તેમના પપ્પા પણ મૃત્યુ પામ્યા અને બીજા મમ્મી ત્રણેય બાળકો ને મુકીને ચાલી ગયા ત્યારથી ત્રણ ભાઈ-બહેન તેમના દાદી સાથે રહીએ છીએ કિશોરીના પરિવારે જણાવેલ કે દિકરી ને તેમના દાદીએ ઘરની બહાર નીકળી જવાનું કહેતા અને તું મરી જા તેવું કહેતા દિકરી ને ખોટું લાગી આવતા અમારી જાણબહાર તેમની દિકરી ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ તેઓએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમની દિકરી મળેલ નહીં.

ત્યારબાદ 181 ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ કિશોરી સાથે મારઝુડ ન કરવા તેમજ અયોગ્ય વર્તન ન કરવાં અને દિકરી ને શિક્ષણ આપવા બાબતે તેમના દાદીને લાંબી સમજાવટ આપવામાં આવી તેમજ કિશોરીનું ધ્યાન રાખવા તેમના દાદી અને ભાઇને જણાવ્યું હતું. આમ કિશોરીએ કયારેય પણ ઘરની બહાર ન નીકળવાનો સંકલ્પ કર્યો હતો અને રાજી-ખુશીથી તેમના પરિવાર સાથે જવાનું કહેલ કિશોરીના પરિવાર જનોએ તેમની દિકરી ને સહિ સલામત તેમના ઘરે પહોચાડવા બદલ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments