મોરબી જીલ્લા ના માળિયા તાલુકા ના મોટા ભેલા ગામ થી જશાપર ગામને જોડતો રોડ જે મંજુર થયા ને ત્રણ કરતા વધારે વર્ષ થયેલ છે. આ કામ નો કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવેલ છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા માટીકામ અને મેટલ કામ કરવામાં આવેલ છે. જયારે બે કરોડ ના કામ માં હજુ મુખ્ય કામ જે ડામર પાથરવાનો છે તે કામ બાકી છે. અને કામ ઘણા સમય થવાં છતાં ડામર કામ થયું નથી આ બાબતે મોટાભેલા ગામ ના સરપંચ તેમજ ગામના લોકો મોખિક રજૂઆત કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી થઇ નથી જેથી આ બાબતે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી.બાવરવાએ સીએમને પત્ર લખ્યો છે અને રોડ બાબતે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરવામાં નહિ આવે તો ગામ લોકો અમારી સાથે રહી ને આંદોલનાત્મક કાર્યક્રમો આપશે તેવી ચીમકી આપી હતી.
