મોરબી નગરપાલિકાને તાજેતરમાં મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવ્યો છે. તેથી વહીવટી પ્રક્રિયાને સરળતા ખાતર અને વિકાસ પ્રશ્નો માટે મોરબી મહાનગરપાલિકાને બે ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં મોરબી મનપાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. પૂર્વ ઝોન ઓફીસ સ્ટેશન રોડ પરના રેઇન બસેરમાં અને પશ્ચિમ ઝોન ઓફીસ મહાનગરપાલિકા કચેરીમાં કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મોરબી મનપાના આ બન્ને ઝોનમાં ડેપ્યુટી કમિશનને જવાબદારી સોંપવામાં આવી છે.
