ટંકારાના ભાજપ અગ્રણીએ ગૃહમંત્રીના જન્મદિવસ નિમિતે દિવ્યાંગને ઇલેક્ટ્રિક સાયકલ ભેટ આપી
મોરબી : ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેમના જન્મ દિવસે તેમના પર અઢકળ શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. ત્યારે ટંકારા પડધરી વિધાનસભાના યુવા મોરચાના ઇન્ચાર્જ રાજ ગોધવિયાએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિતે મોરબીના મહેન્દ્રનગર ગામના અપંગ વ્યક્તિને ઇલેક્ટ્રિક સાયકલ ભેટ આપી હતી. ત્યારે અપંગ વ્યકિતના ઇલેક્ટ્રિક સાયકલ મળતા ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. તથા પરિવારે રાજભાઈ ગોધવિયાનો આભાર માન્યો હતો.
