મોરબી તાલુકાના ખોખરા રોડ ઉપર કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાને પત્ની સાથે નાની – નાની બાબતમાં થતા ઝઘડાથી કંટાળી આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે..
મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર ઉમા કટિંગ ઝોન નામના કારખાનામાં રહેતા મૂળ મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના વતની અનિલ ગોપાલભાઈ ઉ.30 નામના યુવાનને તેની પત્ની સાથે અવાર નવાર નાની નાની બાબતોમાં ઝઘડા થતા હોય કંટાળી જઈ મજૂરની ઓરડીમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.