(અહેવાલ : જયેશ બોખાણી)
મોરબીની ધ્રુવી હરેશકુમાર ખડોદરા એ જવાહર નવોદય વિદ્યાલયમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થઈ
મોરબી : ભાગ્યે જ “જવાહર નવોદય વિદ્યાલય” જેવી કેન્દ્રીય વિદ્યાલયો ના અભ્યાસક્રમ ના મહત્વ કે તેમના એડમિશન પ્રક્રિયા ની માહિતી થી લોકો જાગૃત હોય છે. ગ્રામ્ય સ્કુલો મોટા ભાગે બાળકોને આ અંગે માહિતગાર કરી તૈયારી કરાવવામા આવતી હોય છે, જયારે શહેરી સ્તરે મોટાભાગે પ્રાઈવેટ કે સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોમાં આ અંગે નહિવત રસ દાખવવામા આવતો હોય છે. ધો. 6 થી 12 સુધીના ગુણવત્તા યુક્ત શિક્ષણ સાથે રહેવા જમવાની તદ્દન નિઃશુલ્ક સુવિધા પ્રદાન કરતી શૈક્ષણિક સંસ્થા એટલે જવાહર નવોદય વિદ્યાલય જેમાં બાળકોએ ધોરણ પ માં આ અંગે ની જરૂરી એડમીશન ટેસ્ટ (પરીક્ષા) આપવાની હોય છે અને પરીણામ સ્વરૂપ મેરીટ લીસ્ટ મુજબ ભરતી પ્રક્રિયા નિયમોનુસાર હાથ ધરવામાં આવતી હોય છે.
આ અંગે ની તૈયારી યુટ્યુબ માં વિડિઓ – લેકચર ના માધ્યમ થી, સાહિત્ય અને બુક્સ તથા શિક્ષકોના માર્ગદર્શન થી બાળકો તૈયારી કરી શકે ઘણી જગ્યાએ ટયુશન કલાસીસ પણ તૈયારી કરાવતા હોય છે પણ એ બધા માટે જરૂરી નથી. વ્યકિતગત તૈયારી પણ લક્ષ્ય સુધી પહોંચવા પર્યાપ્ત છે.
જી હા, આ બાબતનું ઉત્તમ ઉદાહરણ છે ધ્રુવી હરેશકુમાર ખડોદરા. ધ્રુવી ને જવાહર નવોદય વિદ્યાલય માં અભ્યાસ અને રહેવા અંગેની માહિતી માતા-પીતા તરફથી મળતા દ્રઢ નિશ્ચય કર્યો કે મારે JNV માં એડમિશન લેવું છે. આ માટે તેમના મામા તરફથી ફોર્મ ભરવા અને તૈયારી કરવા પ્રોત્સાહન મળતા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યુ. અને ટ્યુશન કલાસીસ માટે જરૂરી આર્થિક સહયોગ હેતુ અર્પિત મહિલા ટ્રસ્ટ (NGO) એ પુરેપુરી તૈયારી દર્શાવી.
મોરબી ખાતે સ્થાનીક ટ્યુશન ચલાવતા વ્યક્તિઓને મળતા કોઇ ખાસ તૈયારી માટે કે આત્મવિશ્વાસ સાથે તૈયારી કરાવી શકે તેવા વ્યક્તિઓ ન મળ્યા. અને એક ટ્યુશન કલાસીસ કરાવતી સંસથાએ તો તગડી ફી ભરવા અને કોઈ જ જાતની પરીણામ અંગેની બાહેંધરી ન આપતા એવુ જણાવેલ કે “અમે તમારી દિકરી નુ મૌખીક ઇન્ટરવ્યૂ લીધુ જેમા તેના પરથી એવુ લાગે છે કે અમે ગમે તેટલી મહેનત કરીએ કે કરાવીએ છતા કોઈ પરીણામ મળે તેવું લાગતુ નથી કેમકે પરીક્ષા માટે ફકત ૩થી૪ મહિના જેવો સમય બાકી છે અને અમારી પાસે તો એક-બે વર્ષ અગાઉ થી બાળકો આ માટેની તૈયારી કરવા ટયુશન માં આવી જતા હોય છે માટે શક્ય નથી.” આ વાત ધ્રુવી અને તેના પીતાને એટલી અસર કરી ગઈ કે ઘરે આવીને પીતાએ પુત્રીને જણાવ્યુ કે બેટા, કોઈપણ સંજોગોમાં આ ચેલેન્જને સ્વીકારવાની છે અને ૩-૪ મહિના જેવા ટૂંકા ગાળા માં પણ તૈયારી કરી વધુમાં વધુ માર્કસ આવે તેમ કરવાનુ છે એડમીશન ન થાય કે તુ ત્યા અભ્યાસ માટે ન જા એ કોઈ જ પ્રશ્ન અત્યારે નથી બસ એક જ પ્રશ્ન છે કે ટ્યુશન વગર પણ આવી પરીક્ષાઓ પાસ કરી શકાય અને ધ્રુવી એ પણ આ વાતની ગાંઠ બાંધી લીધી હોય તેમ ઘરે બેઠા વ્યકિતગત અપેક્ષા જ્ઞાન કી ના યુટયુબ વિડિયો અને સંદર્ભ સાહિત્ય નો ઉપયોગ કરી માતા-પીતા અને ચાલુ અભ્યાસ ના ટ્યુશનમાં જ્યા જતી તે શિક્ષિકા ના માર્ગદર્શન હેઠળ મહેનત શરૂ કરી દિધી અને પરીણામ સ્વરૂપ વેઇટીંગ લીસ્ટ માં નામ આવી જતા બીજા રાઉન્ડમાં મેરીટ લીસ્ટ ખુલતા જ જવાહર નવોદય વિધાલય મોરબી મા પ્રવેશ મેળવી લીધો અને એટલુ જ નહી પણ ધોરણ-પના ચાલુ અભ્યાસ મા કોઈ અસર થયા વિના તે સ્કુલમાં બીજા ક્રમે ઉતિર્ણ થઈ તેમજ તેની સાથો સાથ જવાહર નવોદય વિઘાલય માં પણ હાલ ધોરણ-૬ મા સેકેન્ડ રેન્ક મેળવી ગઈકાલ તા.૧૬/૪/ર૪ ના રોજ યોજાયેલ એન્યુઅલ ડે માં માનનીય જીલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ અને પ્રિન્સીપાલ સાહેબ (JNV મોરબી) ના વરદહસ્તે આ અંગે પ્રમાણપત્ર સાથે એવોર્ડ (ટ્રોફી) મેળવેલ. માટે ઉક્ત લેખની શરૂઆતની બે લાઇન ધ્રુવી માટે યર્થાથ સાબિત થઈ છે તેમ કહેવુ જરા પણ “યતિશયોકિત” ભર્યુ નથી. આ લેખ ને વાંચી તમામ વાલીઓ પોતાના બાળકોને જો આ અંગે તૈયારી કરાવશે તો ૧००% સફળતા મળશે જ અને ખાસ કરીને ગરીબ, મધ્યમ કે પછાતવર્ગના બાળકો માટે તો આ શિક્ષણ ગુણવત્તા ની સાથે સાથે આર્થીક રીતે બીન ખર્ચાળ તેમજ આગળની કારર્કિદી માટે મહત્વનું અને સહયોગી સાબિત થનારૂ છે.



