મોરબીના વીસીપરામા રહેતા મહિલાના પૂર્વ પતિએ છટાછેડા આપી દીધા બાદ મહિલાએ અન્ય લગ્ન કરી લીધા હતા જ્યાં તેણીનો પતિ મૃત્યુ પામતા પૂર્વ પતિએ આ મહિલાને પરાણે સાથે રહેવા દબાણ કરી ગાળા ગામના પાટિયા પાસે છરીનો ઘા ઝીકી દેતા હાલમાં માળીયા મિયાણા ખાતે રહેતા પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરામા રહેતા હનીફાબેન સઈદુભાઈ જેડાએ આરોપી અબ્બાસ અબ્દુલભાઇ બુચડ રહે.હાલ માળીયા મિયાણા મૂળ રહે.અંજાર કચ્છ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેમના લગ્ન આરોપી અબ્બાસ સાથે થયા બાદ છૂટાછેડા થઇ જતા તેમના લગ્ન સઇદુ સાથે થયા હતા જે બાદ સઇદુનું અવસાન થતાં પૂર્વ પતિ એવા આરોપી અબ્બાસ અબ્દુલ બુચડ હનીફાબેનને પરાણે સાથે રહેવા દબાણ કરતા હનીફાબેને ના પાડતા અબ્બાસે છરી ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.