મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધામાં મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામનો દબદબો રહ્યો છે. એથલેટિક્સ સ્પર્ધામાં 7 સ્પર્ધકોએ પ્રથમ નંબર, 2 સ્પર્ધકોએ દ્વિતીય નંબર અને 1 સ્પર્ધકે તૃતીય નંબર મેળવીને ગામને ગૌરવ અપાવ્યું છે.
આ વિજેતાઓમાં પ્રાથમિક શાળાના કટારીયા જગમાલ અરજણભાઈ, કંઝારિયા યશ્વી ભાવેશભાઈ, કંઝારિયા સચિતા મનહરભાઈ, તેમજ ઓપન એઈજમાં આવતી કંઝારિયા અનીશા મહેશભાઈ, કંઝારિયા છાયા મહેશભાઈ, કંઝારિયા પ્રફુલ્લા જયસુખભાઈ, કંઝારિયા ખુશ્બુ અરવિંદભાઈ, કંઝારિયા દર્શના મહેશભાઈ વગેરેએ વિજેતા થઈને ગામનું નામ રોશન કર્યું છે. આ તમામ સ્પર્ધકો જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ વિજેતા બને તેવી ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી છે.

