મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી મોરબી ખાતે ABVP નવ નિયુકત ગુજરાત પ્રદેશ સહ મંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ પ્રવાસે પધારેલ તેમજ મોરબી શાખાના કાર્યકર્તા રાજદીપસિંહ જાડેજા જેઓ હાલ મોરબી જિલ્લા સંયોજક તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે તેમને કર્ણાવતી ખાતે યોજાયેલ ૫૬માં પ્રદેશ અધિવેશમાં ગુજરાત પ્રદેશ વિશ્વ વિદ્યાલય સહ સંયોજક (gujarat state university Co ordinator) તેમજ પૂર્વજીતસિંહ જાડેજા અને ઊર્મિબેન જોષી ને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકેનું નૂતન દાયિત્વ મળેલ જે બદલ મોરબી ખાતે ઢોલ નગારા અને પુષ્પ વર્ષા સાથે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ભવ્ય સ્વાગત કરાયું હતું.

