મોરબી શહેરમાં મકરસંક્રાંતીને અનુલક્ષિને હાલ ઉમંગ ભર્યા માંહોલ વચ્ચે બજારોમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસ આકાશમાં પણ મોટી સંખ્યામાં પતંગો જોવા મળે છે. પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ન ઘવાય તે માટેની સાબચેતી કેળવાય લોકોને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તેમજ સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આમાં કોઇ પણ રિતે ઘવાયેલા પક્ષીને ૧૯૬૨ એમ્બ્યુલન્સ મારફતે સારવાર આપવામાં આવે છે. ત્યારે મોરબીમાં પતંગની દોરીના કારણે એક કબૂતર ઈજાગ્રસ્ત બનતા ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ની ટીમ – ડૉ. વિપુલ કાનાણી અને પાઈલોટ ભરતભાઇ કરમટા દ્વારા ઘવાયેલા કબૂતરની પાંખ તુટી ગઈ હોવાથી તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવિ અને કબૂતરને નવજીવન આપવામાં આવ્યું હતું.
