મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ રામવાડીમાં પાર્ક કરેલું બાઇક બપોરના સમયે બે અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જયસુખભાઈ વિરલભાઈ કાવર ઉ.વ.52 રહે. મહેન્દ્રનગરવાળાએ પોલીસમાં પોતાના જીજે 3 ઈજી 4865 બાઈક ચોરાયું હોવાની અરજી આપી છે.