મોરબી નિવાસી રમાબેન ત્રિવેદીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ રમાબેન જુગતરામભાઈ ત્રિવેદી (ઉ. વ. 98) તે સ્વ. ડો. જુગતરામભાઈ ત્રિવેદીના પત્ની, સ્વ. ચકુભાઈ મહેતા (દેરાળા)ના પુત્રી, રમેશભાઈ, સુરેશભાઈ, દિલિપભાઈ, મનિષભાઈ તથા કંચનબેન ભગવતી પ્રસાદ જાની (સુરેન્દ્રનગર), સ્વ. ચંદ્રિકાબેન અતુલભાઈ વ્યાસ (વડોદરા), મેનાબેન રાજેશભાઈ પંડ્યા(ગાંધીધામ)ના માતા, રવીન્દ્રભાઈ, ડો આશિષભાઈ, પ્રિયંકાબેન, મિલનભાઈ, સ્વાતિબેન, સંધ્યાબેન, પ્રણવભાઈ, નિરજભાઈ, નિરાલીબેનના દાદીનું તારીખ 15-01-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ 17-01-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે પંચમુખી હનુમાનજી હોલ, સ્મશાનની બાજુમાં, ઉમા વિદ્યા સંકુલની સામે, મોરબી-૨ ખાતે રાખવામાં આવ્યું છે.
