મોરબીમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી છે તેવી જ કામગીરીની મોરબીની જરૂર છે જો કે, મોરબીમાં જે પણ કામગીરી થાય તે નાના મોટા કે વ્હાલા દવલાની નીતિથી પર રહીને ખોટી રીતે દબાણ કરનાર કોઈ પણને ન છોડવાની માંગ ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવી છે.
ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મહાનગર પાલિકા કમિશ્નર સ્વપ્નીલ ખરેને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે,મોરબીમાં દબાણ હટવું ખુબ જ જરૂરી છે. અને તે દિશામાં નિષ્પક્ષ અને નીડરતાથી કામ કમિશ્નર દ્વારા કરવામાં આવશે તેવી આશા છે. અને દબાણ હટાવતા નાના રેકડીવાળા, પાથરણાવાળા કે રોજનું રોજ પેટીયું રળતા હોય તેવા લોકો માટે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરી છે. અને શનાળા રોડે આવેલ સ્કાય મોલની સામે ફૂટપાથ ઉપર તેમજ રોડ ઉપર વાહનો પાર્ક કરેલ હોય છે. જેના કારણે રસ્તે આવતા જતા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી આવા વાહન ચાલકોની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
