Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ હકુમતસિંહ જાડેજાની બદલી: વિદાય સમારોહ યોજાયો

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ હકુમતસિંહ જાડેજાની બદલી: વિદાય સમારોહ યોજાયો

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા તાજેતરમાં જ મોરબી જિલ્લાના સાત પીઆઈ અને ત્રણ પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબી એ ડિવિઝન પીઆઈ હકુમતસિંહ એ.જાડેજાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ તરીકે બદલી કરવામાં આવી હતી. ત્યારે હકુમતસિંહ જાડેજાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ તરીકે બદલી થતાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસના કર્મચારીઓ દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો. અને હકુમતસિંહ જાડેજાને લાગણીસભર વિદાય આપવામાં આવી હતી.

તેઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા પોણા બે વર્ષ સુધી ફરજ બજાવી હતી. ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન અનેક ગુનાહિત ઘટનાઓને ઉકેલી કાઢી આરોપીને ઝડપી લીધા હતા. જેમાં મોરબીના લીલાપર કેનાલ પાસે મહિલાની કોહવાય ગયેલી લાશ મળી આવી હતી. અને મહિલાના હાથ પર માત્ર નામ જ ત્રોફાવેલું હતું. તેના આધારે મહિલાની ઓળખ લઈને આરોપીની ધરપકડ સુધીની ડિટેકશન થયું હતું. આવી જ અન્ય ઘટનાથી વાત કરીએ તો મોરબીના વાવડી પાસે ઓફિસમાં અંદર લેણી રકમ લેવા ગયેલા યુવાનની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દેવામાં આવી હતી. તે ઘટનામાં લાશને જમીનમાંથી કાઢીને પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો.

ત્યારે હકુમતસિંહ જાડેજાના આમ બે વર્ષના કાર્યકાળ દરમિયાન મોરબી શહેરમાં ક્રાઇમ કંટ્રોલમાં રહ્યો હતો. અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચનારાઓમાં ડર જોવા મળ્યો હતો. ત્યારે હકુમતસિંહ જાડેજાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં પોલીસ કર્મચારીઓના વિદાય સમારોહમાં લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યા હતા. ત્યારે મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના મંત્રી ભરતભાઈ ડાંગરે હકુમતસિંહ જાડેજાને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેમના કાર્યકાળ દરમિયાન તેમના કાર્યોના પ્રસંશા કરી હતી. અને ક્રાઈમ ડિટેકશન કરનારા આવા બાહોશ અધિકારીને હંમેશા લોકો યાદ કરશે તેમ ભરતભાઈ ડાંગરે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments