મોરબીમાં સાયબર ક્રાઈમના ગુનામાં આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખતા આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ આરોપી દિનેશ નથુલાલ મેઘવશી સામે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રૂ 1.18 લાખના ફોર્ડનો ગુનો નોંધાયો હતો જેથી પોલીસે આરોપી દિનેશ નથુલાલ મેઘવંશી રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો બાદમાં આરોપીએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા માટે ગુજરાત હાઈકોર્ટમાં નિમિત વાય શુક્લ તથા મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) મેનાઝ એ પરમાર મારફત રેગ્યુલર જામીન અરજી કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે દલીલો માન્ય રાખી આરોપીને શરતોને આધીન રૂ 10 હજારના રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે
