મોરબી- કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણા પોલીસની ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમિયાન મોરબીનો ઈકો ચાલક વિદેશી દારૂની 12 બોટલ સાથે ઝડપાઈ જતા પોલીસે ઈકો સહિત 3.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ઓનેસ્ટ ચેકપોસ્ટ ખાતેથી પસાર થતી જીજે-36 – એજે – 6885 નંબરની ઈકો કાર અટકાવી તલાશી લેતા કારમાંથી રૂપિયા 8232ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે 3.50 લાખની ઈકો સાથે કાર ચાલક એજાજ સલીમભાઈ ભટ્ટી રહે.જુના બસસ્ટેન્ડ પાછળ મોરબી વાળાને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.