Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiચારણ ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF) દ્વારા ગ્લોબલ યુથ પ્રેસિડેન્ટ તરીકે કેતન ગઢવીની...

ચારણ ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF) દ્વારા ગ્લોબલ યુથ પ્રેસિડેન્ટ તરીકે કેતન ગઢવીની નિમણૂંક કરાઈ

કેતન ગઢવી (પાંચાળિયા) કે જેઓ મૂળ માણેકવાડા ગામના છે અને હાલ જૂનાગઢ રહે છે.  તેઓ સામાજિક પ્રવૃતિઓ સાથે વર્ષોથી જોડાયેલા છે. ખાસ ગયા વર્ષે સોનલ ધામ મઢડા ખાતે આઈ શ્રી સોનલ માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તે સમગ્ર આયોજનમાં સહર્ષ 1 વર્ષનો નિયમ કરીને સેવા આપી હતી તે તેમના જીવનની મોટામાં મોટી ઇવેન્ટ હતી. તેઓ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે છે. તેમાં દિલ્લી સ્થિત રક્ષા દ સેવિયર એનજીઓના તેઓ ગુજરાતના પ્રમુખ તરીકે સેવા આપે છે. રક્ષા દ સેવિયર દ્વારા હેન્ડીક્રાફટ ના એકઝીબિશન, વુમન એમ્પાવરમેન્ટ, શિક્ષણ અને શ્રમરોજગાર તરફ ખાસ ધ્યાન આપી ને ગાય ના છાણ માંથી ધૂપદીપ કપ, અગરબત્તી, ભગવાન ની મૂર્તિઓ બનાવે છે.

કેતનભાઈ જૂનાગઢ ખાતે કપુરિયા જીવતીબેન જીણાભાઈ એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત નાલંદા પ્રાયમરી સ્કુલ ચલાવે છે. તેમજ તેઓ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ છે. કેતનભાઈનું લેખન ક્ષેત્રે પણ પ્રદાન છે તેઓ મૂળ તો લેખક જ છે, સાથે સાથે તેઓ ચારણી સાહિત્યની ઓળખ સમાં ચરજ નેટવર્ક મેગેઝિન ના સહ:સંપાદક છે. તેઓ મુંબઈ સ્થિત વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ રાઇટર એસોસિએશનના મેમ્બર પણ છે. હાલ તેમની ચારણ ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના ગ્લોબલ યુથ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સામાજિક ઉત્થાનના કાર્યો થી તેમની સુવાસ ગ્લોબ સુધી પહોંચી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments