મોરબીના લીલાપર રોડ ઉપર રામેશ્વર પોટરીમા રહેતા જગજીવનભાઈ ઉર્ફે જગદીશભાઈ મગનભાઈ ચૌહાણ ઉ.45 નામના યુવાન છેલ્લા બે ત્રણ દિવસથી બીમાર રહેતા હોય બીમારીથી કંટાળી શરીરે કેરોસીન છાંટી સળગી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.