મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભરતનગરમાં રહેતા સલીમભાઈ હુસેનભાઈ પલેજા ઉ.40 નામના યુવાન ગોપાલ સોસાયટીમાં બેભાન હાલતમાં મળી આવતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.