Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaમોરબીના જુના સાદુળકા ગામ નજીક ગેરકાયદેસર કોલસા કટીંગનુ કૌભાંડ, એક કરોડથી વધુના...

મોરબીના જુના સાદુળકા ગામ નજીક ગેરકાયદેસર કોલસા કટીંગનુ કૌભાંડ, એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ

મોરબી : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબી નજીક વિદેશી કોલસા ચોરવાનું જબરું કૌભાંડ ઝડપી લીધાની ઘટના હજુ તાજી જ છે ત્યાં સાદુળકા નજીક ટ્રકમાંથી વિદેશી કોલસો ચોરી હલકો કોલસો મિક્સ કરવાનું વધુ એક કૌભાંડ મોરબી એલસીબી ટીમે ઝડપી લઈ ચાર આરોપીઓની એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. દરોડા સમયે બે આરોપીઓ નાસી ગયા હતા અને અન્ય ચારના નામ ખુલતા કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે સ્વામિનારાયણ ગુરુકુલ સામે આરોપી નવઘણ જશાભાઈ બાલાસરા રહે.નાની વાવડી અને આરોપી નીકુંજ રાજપરા રહે. લીલાપર વાળાના કબજા ભોગવટા વાળા પ્લોટમાં દરોડો પાડી વિદેશી કોલસા ચોરી હલકો કોલસો મિક્સ કરવાનું કૌભાંડ ઝડપી લઈ ટ્રક ટ્રેઈલર ચાલક આરોપી તૌફિકખાન અસરફખાન મલેક રહે.વારાહી, સાંતલપુર, હિટાચી ડ્રાઇવર અખિલેશકુમાર ધીરેન્દ્રભાઈ ગોંડ, રહે. બિહાર, મીઠાભાઈ વિઠ્ઠલભાઈ મીઠાપરા રહે.રાજકોટ અને ઋત્વિક અમુભાઈ ખીમાંણિયા રહે.ક્રિષ્નનગર મોરબી વાળાને ઝડપી લીધા હતા જ્યારે લોડર ડ્રાઈવર રમેશ અનસિંહ વસુનિયા અને રાકેશ નામના આરોપીઓ નાસી ગયા હતા.

દરોડા દરમિયાન એલસીબી ટીમે 24.44 લાખની કિંમતનો 188 ટન વિદેશી કોલસો, મિક્સ કરેલો 100 ટન કોલસો કિંમત રૂપિયા 4 લાખ, હલકી ગુણવત્તા વાળો કોલસો 70 ટન કિંમત રૂપિયા 56000, એક ટ્રક ટ્રેઇલર કિંમત રૂપિયા 40 લાખ, બે લોડર ટ્રેકટર કિંમત રૂપિયા 20 લાખ, એક હીટાચી કિંમત રૂપિયા 20 લાખ, એક બાઈક રૂપિયા 25 લાખ, 5 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 25 હજાર તેમજ રોકડા રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 1,09,55,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરમિયાન એલસીબી ટીમે વિદેશી કોલસા ચોરી હલકો કોલસો મિક્સ કરવાના આ કૌભાંડમાં પ્લોટ માલિક નવઘણ જશાભાઈ બાલાસરા, નીકુંજ રાજપરા તેમજ કોલસા ભરેલા ટ્રકના માલિક જગજીતસિંહ રાણા રહે.ગાંધીધામ તેમજ મોરબીના હેરિભાઈ નામન શખ્સની સંડોવણી ખુલતા તમામ આરોપીઓ તેમજ તપાસમાં જે ખુલે તે વ્યક્તિઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments